ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં ‘બાળવિકાસ અને કૌટુંબિક સુખાકારી’ વિષય પર વર્કશોપનું આયોજન થયું

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સમાજકાર્ય અને ગૃહવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળવિકાસ અને કૌટુંબિક સુખાકારી : સમાજકાર્ય અને ગૃહવિજ્ઞાનનું સંકલન વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન થયું. આ કાર્યશાળા માટે ગુજરાતની વિવિધકોલેજોના હોમસાયન્સ અને સમાજકાર્ય વિષયના 100થી વધુ વિદ્યાર્થીઓની સાથે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના આ બંને વિભાગના વિદ્યાર્થીઓ સહિત 150થી વધુ વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું આયોજન થયું હતું.
કાર્યશાળાના ઉદઘાટન સત્રમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. ટી. એસ. જોશી, મહિલા અને બાળ
કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી કિશોર કાતરીયા, યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી ડો. નીલેશ પંડ્યા અને વિભાગના અધ્યક્ષશ્રી
પ્રોફેસર પ્રશાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પણ આ સત્રમાં જોડાયો
હતો. ઉદ્ઘાટન સત્રમાં નાયબ નિયામક શ્રી કિશોર કાતરીયાએ બીજ વક્તવ્ય આપ્યું હતું, તો વિભાગના અધ્યક્ષ પ્રોફે. પ્રશાંત પટેલે
યુનિવર્સિટીનાં કાર્યોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કુલપતિ શ્રી ટી.એસ જોશીએ આ પ્રકારના કાર્યને ઉમળકાથી વધાવ્યું
હતું અને સમાજકાર્ય તેમજગૃહ વિજ્ઞાનની ભૂમિકા સમજાવી હતી. કાર્યક્રમના સંયોજક ડૉ. નરેન્દ્ર વસાવાએ આ વર્કશોપની
પૃષ્ઠભૂમિકા રજૂ કરી હતી. આ વર્કશોપ દરમિયાન કુલ ચાર સત્ર યોજાયા હતાં. ઉદ્ઘાટન સત્ર બાદ દ્વિતીય સત્રમાં ડો. શીતલબેન સોઢા (આસિસ્ટન્ટ પ્રોફેસર, મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણા) ઉપસ્થિત રહ્યા હતા. તો તૃતીય સત્રના તજજ્ઞ તરીકે સુશ્રી સોમ્યા દવે (ન્યુટ્રીશન ઓફિસર, યુનિસેફ કચેરી, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે હાર્દિક શાહ (કન્સલ્ટન્ટ,
યુનિસેફ કચેરી) ઉપસ્થિત રહ્યા હતા. એક દિવસીય આ કાર્યશાળામાં ઉપસ્થિત 150 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. સમાપન સત્રમાં યુનિવર્સિટીના પ્રોફેસર રણજિતસિંહ પવાર, પ્રોફેસર સંજય ગુપ્તા, વિભાગ અધ્યક્ષ પ્રોફેસર પ્રશાંત પટેલ અને રજિસ્ટ્રાર શ્રી નીલેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ હોમ સાયન્સ વિભાગના સંયોજક ડૉ. નીતાબેન ચૌધરીએ કરી હતી. આમ,આ એક દિવસીય વર્કશોપ સમાજમાં સ્વાસ્થ્યનું અને ખોરાકનું મહત્ત્વ તેમજ સમાજકાર્યનું સમાજમાં આગવું મહત્ત્વ કઈ રીતે છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં ખૂબ ઉપયોગી પુરવાર થયો હતો. વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવમાં આ વર્કશોપ પ્રત્યે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.