ગુજરાતટોપ સ્ટોરીઝ
ગાંધીનગર: ‘ધુળેટી પર્વ’ પર ખ્યાતનામ ડી.જે.પર્લ’ રંગરેવ’ ધુમ મચાવશે

ગાંધીનગરમાં ધુળેટીના પર્વને રંગીન બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના ખ્યાતનામ ડી.જે. પર્લ એન્ડ ગ્રુપ દ્વારા ‘રંગરેવ’ નામનો ધુળેટી ઉત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં લોકો કેમિકલ વગરના રંગોથી ધુળેટીની ઉજવણી કરી શકશે.
‘રંગરેવ’ કાર્યક્રમમાં રેઈન ડાન્સ અને મુલતાની માટીનું મડ સેટઅપ પણ હશે. આ કાર્યક્રમ ૧૪ જાન્યુઆરીએ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ગાંધીનગરના રાયસણમાં જાનવી ફાર્મ ખાતે યોજાશે. ડી.જે. પર્લની સાથે જાણીતા લોકકલાકાર કિર્તીદાન ગઢવી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
‘રંગરેવ’ ઇવેન્ટના પાસ ‘લવ માય શો’, ‘બુક માય શો’ અને ‘મી પાસ’ પર ઓનલાઈન ઉપલબ્ધ છે. ઓફલાઈન પાસ માટે 9978670534 પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે ‘રંગરેવ’ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈ શકાશે.