જંબુસર: મહિલા દિન નિમિતે નવા મહિલા ખેડૂતો માટે તાલીમ યોજાઇ

જંબુસર તાલુકાનાં સમોજ અને ભોદર ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને NCCSD સંસ્થા ધ્વારા મહિલા દિન નિમિતે નવા ખેડૂત મહિલા ખેડૂત તાલીમ નું આયોજન રાખવા માં આવ્યું હતું તેમાં સામોજ ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન દ્વાર નવા ખેડૂત મહીલા ખેડૂત પ્રોજેક્ટ અને મારો તાલુકો હળિયાળો તાલુકો બંને મર્ચ થઈ તાલિમ પ્રોગ્રામ કરવાં માં આવ્યો. આ તાલિમ માં ACF સાહેબ ભરુચ થી V.M ચૌધરી, RFO મનીષાબેન આહીર, ભરૂચ કિશાન એગ્રોફેડ FPO ના ડિરેક્ટર રાજેન્દ્રભાઈ, ગ્રામ સેવક વિશાલભાઈ, તથા અગ્રણી ખેડૂત એવા અમરસંગભાઈ ગોહિલ અને નહાર ગામ થી અગ્રણી મહિલા ખેડૂત રામિલાબેન મકવાણા હાજર રહયા હતા. આ તાલિમ માં FPO વિષયક માહિતિ, ખેતી વિષયક સરકારી યોજના ની માહિતિ, પ્રાકૃતિક ખેતી ની માહિતિ, ગૃહ ઉદ્યોગ અને નાના પાયા ના ધંધા રોજગાર ની માહિતિ, બાગાયતી પાક અને નીલગીરી પ્લાન્ટેશન માહિતિ, વૃક્ષો ના ફાયદા, પ્રાકૃતિક રીતે બનાવેલ સાબુ,અગરબત્તી, વગેરે ઉત્પાદનો નું વેચાણ વિષે ખુબ સરસ રીતે માહિતી આપવા માં આવી. તેમજ 6 માર્ચ ભોદર ગામે સ્વામીનારાયણ મંદિર ખાતે મહિલાઓ સાથે કુશળ ખેતી અને નવી ટેકનોલોજી, વેલ્યુ એડિસન, નેચરલ ફાર્મિંગ , મહિલાની ખેતીમાં ભાગીદારી અને મહત્વ, મહિલાઓએ કરેલ સફળ ખેતી, કુશળ ખેતી ના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.