જિલ્લામાં ભૂસ્તર તંત્ર દ્વારા સઘન ચેકીંગના પરિણામે ભૂમાફિયાઓની ઉંઘ હરામ

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી કરતા ઇસમો સામે સતત કાર્યવાહી નો દોર ચાલુ રાખતા, કડક તપાસ અને ચેકીંગ ના પરિણામે ભૂમાફિયાઓની ઉંઘ ઊડી ગઈ છે. કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના સતત માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના મહિલા કર્મચારી રોયલ્ટી ઇન્સ્પેકટરશ્રી મેહુલા સભાયા અને માઇન સુપરવાઇઝરશ્રી નવ્યા દ્વારા તા.૦૫/૦૩/૨૦૨૫ ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર તથા ઓવરલોડ વહન સબબ કુલ ૦૨ વાહન જપ્ત કરવામાં આવેલ છે. જેમાં (૧) મોજે- ઉવારસદ, તા. જિ. ગાંધીનગરના ઉવારસદ ચોકડી પાસેથી વાહનમાલિકશ્રી દિલીપભાઇ પટેલ દ્વારા ડમ્પર નં.DD-01-N-9566 ના સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ બિનઅધિકૃત વહન કરતા તથા ચંદ્રાલા, ગાંધીનગર પાસેથી ડમ્પર નં. AS-02-DC-6415 ના સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે.
આમ, ૦૨ વાહનોની આશરે કુલ ૬૦ લાખ જેટલી ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આમ, ઉપરોક્ત જપ્ત કરેલ વાહન વાહનમાલિક વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.