કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે

આ મુલાકાત દરમિયાન, રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ સ્તરના નેતાઓ સાથે બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં રાજ્યની રાજકીય પરિસ્થિતિ, ચૂંટણી વ્યૂહરચના અને સભ્યોની સક્રિયતા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજે સવારે, રાહુલ ગાંધીે ભૂતપૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી, જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને મધુસુદન મિસ્ત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા.
આ ઉપરાંત, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી વેણુગોપાલ અને AICC સેક્રેટરી ઉષા નાયડુ પણ હાજર રહ્યા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવાનો છે. રાહુલ ગાંધીની આ મુલાકાતથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.