ગાંધીનગરટોપ સ્ટોરીઝ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ સ્પીપા દ્વારા વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનુ આયોજન

સચિવાલય તાલીમ કેંદ્ર ગાંધીનગર દ્વારા સચિવાલયના કર્મચારીઓ માટે પૂર્વ સેવા તાલીમ ઉપરાંત સચિવાલય અને ગાંધીનગર સ્થિત ખાતાના વડા અને અન્ય કચેરીઓના અધિકારી/કર્મચારીઓ માટે સરકારશ્રીની તાલીમ નિતીને સફળ બનાવવા વિવિધ તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામા આવે છે. જે અંતર્ગત સચિવાલય તાલીમ કેંદ્રના સંયુક્ત નિયામકશ્રી મનીષાબેન પટેલ દ્વારા કર્મચારીઓની તાલીમ અસરકારક બનાવવા લગતા વિષયો ઉપરાંત નવતર બાબતો જેવી કે, વ્યાવસાયિક નિતિમત્તા, યોગ, આયુર્વેદ, યોગ્ય આહાર, પ્રેરણાત્મક અને તનાવ સંતુલન જેવા તાલીમ કાર્યક્રમો તૈયાર કરવામાં આવેલ છે. જેના ભાગરુપે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગર દ્વારા પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા.૦૫-૦૩-૨૦૨૫ થી તા.૦૭-૦૩-૨૦૨૫ દરમ્યાન સરકારી મહિલા અધિકારી/કર્મચારીઓના સશક્તિકરણ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ From Strength to Leadership: Empowering Women in Administration નું આયોજન કરવામા આવ્યું છે. જેમા સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત જાગ્રુતિ માટે એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી અંગેના વ્યાખ્યાન, યોગા અને સ્વસુરક્ષા સંબંધિત કાર્યક્રમો તથા માનસિક સશક્તિકરણ અને કાયદાઓની જાણકારી માટે Balancing work life and domestic front, Ethics and Morals in Governance, organizational communication, Law at Workplace વિષયો પર ખ્યાતનામ વ્યાખ્યાતાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત, યોગ નિષ્ણાતો દ્વારા યોગ આસનો, પ્રાણાયામ અને મેડિટેશનની તાલીમ તથા સ્વસુરક્ષા સબંધિત તાલીમ પણ આપવામા આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!