ગાંધીનગરટોપ સ્ટોરીઝ

ગાંધીનગર: બોર્ડની પરીક્ષામાં એક વિધાર્થી મોબાઈલ સાથે ઝડપાતા કરાઈ કાર્યવાહી

ગાંધીનગર શહેરની પ્રતિષ્ઠિત શાળા, સ્કૂલ ઓફ એચીવરમાં ગંભીર ગેરરીતિ પ્રકાશમાં આવી છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો છે. શાળાના આચાર્યએ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી અને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના 3 ફેબ્રુઆરીના રોજ બપોરે બની હતી. પરીક્ષા શરૂ થતાં પહેલાં, શાળાના સુપરવાઈઝરોએ નિયમિત તપાસ હાથ ધરી હતી. આ તપાસનો હેતુ વિદ્યાર્થીઓ પાસે કોઈ ગેરકાયદેસર વસ્તુઓ ન હોય તેની ખાતરી કરવાનો હતો. વિદ્યાર્થીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખે.

બાયોલોજી વિષયની પરીક્ષા દરમિયાન, એક વર્ગખંડ નિરીક્ષકે એક વિદ્યાર્થીને મોબાઈલ સાથે પકડ્યો હતો. શાળાના આચાર્યએ તરત જ પરીક્ષા બોર્ડને આ ઘટનાની જાણ કરી હતી. બોર્ડના આદેશ અનુસાર, વિદ્યાર્થી પાસેથી પ્રશ્નપત્ર અને ઉત્તરવહી જપ્ત કરવામાં આવી હતી. આ ગંભીર ગેરરીતિ બદલ વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!