ગુજરાતટોપ સ્ટોરીઝ

દિવેલાના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગેની માર્ગદર્શિકા જાહેર કારાઈ

જિલ્લામાં દિવેલા પાકનું ખેડુતો દ્વારા વાવેતર કરવામાં આવતું હોઇ સંકલિત વ્યવસ્થાપનના ભાગરૂપે પાન ખાનાર ઇયળ/ કાતરા (હેરી કેટર્પિલર) જીવાતોના નિયંત્રણ માટે આગોતરુ આયોજન કરી શકે તે માટેના પગલાં ખેતરની આજુબાજુ શેઢા પાળા સ્વચ્છ રાખવા. જીવાતનાં ફૂદાં આકર્ષી નાશ કરવા પ્રકાશપિંજર/ હેક્ટર રાત્રી સમયે ગોઠવવા. પાન ખાનાર ઇયળની નર ફૂદીઓને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપ ૮ થી ૧૦ પ્રતિ હેક્ટરે ગોઠવવા. પાન ખાનાર ઇયળ અને કાતરાના ઇંડાના સમુહ તેમજ પ્રથમ અવસ્થાની ઇયળો પાન સાથે વીણી નાશ કરવો. એન.પી.વી. વાયરસ ગ્રસ્ત ૨૫૦ ઇયળ એકમ દ્રાવણ પ્રતિ ૭૦૦ લીટર પાણીમાં હેક્ટર વિસ્તારમાં છાંટવાથી પાન ખાનાર ઇયળોમાં રોગ લાગુ પડતા નિયંત્રણ મેળવી શકાય છે. પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ વધુ જણાય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મી.લી. અથવા એમામેક્ટીન બેંઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મી.લી. અથવા ફ્લ્યુબેન્ડાલમાઇડ ૩૯.૩૫ ટકા ૨ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસનાં અંતરે જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગાંધીનગરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!