ટોપ સ્ટોરીઝદેશરમત

ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ ટક્કર: આવતીકાલે મેચ

23 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઇલ ટક્કર થશે, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સૌથી રાહ જોવાતું મુકાબલો છે. ICC ઈવેન્ટ્સમાં જ આમને-સામને આવતી આ ટીમો માટે ફેન્સમાં જબરજસ્ત ઉત્સાહ છે.

ભારતની મજબૂત શરુઆત

ભારતે બાંગ્લાદેશ સામે 6 વિકેટથી વિજય મેળવીને ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ શરૂઆત કરી છે. સેમિફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે ભારતની નજર સતત બીજી જીત પર છે.

પાકિસ્તાન માટે MUST-WIN મેચ

પાકિસ્તાનની ટીમ માટે આ મુકાબલો ‘કર્યા કે મર્યા’ જેવો છે, કેમ કે તે પહેલાની મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી ચૂક્યું છે. ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી છે.

ફેન્સ માટે મહાસંગ્રામ

ભારત-પાકિસ્તાન મેચ હંમેશા રોમાંચક બની રહી છે, અને આ વખતે પણ આ મહામુકાબલો ભારે ઉત્સાહ અને તનાવ સાથે રમાશે. હવે જોવાનું રહેશે કે કોણ જીતશે અને સેમિફાઈનલ તરફ આગળ વધશે!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!