ગાંધીનગરટોપ સ્ટોરીઝ

દહેગામમાં વાળંદ સમાજનો 29મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

દહેગામમાં શ્રી ચોરાસી જુથ લીંબચ માતા મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરના નીલકંઠ મહાદેવ, દહેગામ – મોડાસા રોડ ખાતે 29માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 4 દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને દાતાઓના સહયોગથી ઘણી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહલગ્ન દરમિયાન ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ જ્ઞાતિબંધુઓએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો. શ્રી ચોરાસી જુથ લીંબચ માતા મંદિર ટ્રસ્ટ, દહેગામના નેજા નીચે યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં ટ્રસ્ટીગણના માર્ગદર્શનમાં તથા ચોરાસી વાળંદ સમાજના સહયોગથી આ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં વાળંદ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમૂહલગ્નોત્સવ દરમિયાન શ્રી ચોરાશી જૂથ લીંબચ માતા મંદિર ટ્રસ્ટ, દહેગામ દ્વારા આયોજિત “શતાબ્દી મહોત્સવ 2025”ની ઉજવણી સંદર્ભે માહિતી આપવામાં આવી હતી.લીંબચ માતાજીના શતાબ્દી મહોત્સવને લઈ દહેગામમાં તારીખ 3 અને 4 માર્ચ 2025ના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિબંધુઓને અપીલ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!