ગુજરાતટોપ સ્ટોરીઝ
અમદાવાદ: 15 બાંગ્લાદેશીઓને કરાયા ડિપોર્ટ

અમદાવાદમાં ગેરકાયદેસર વસવાટ કરતા 15 બાંગ્લાદેશીઓને ડિપાર્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગેરકાયદેસર વસતા 50 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ 35 ને આવનારા સમયમાં ડિપોર્ટ કરવામાં આવશે. બાંગ્લાદેશ દ્વારા પણ પોતાના નાગરિકો હોવાનું સ્વીકાર્યુ. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ કરીને અત્યારસુધીમાં 50 જેટલા ગેરકાયદે વસવાટ કરતા નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હોવા અંગેની વિગતો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે.