AI ટેક્નોલોજીનો ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રથમવાર ઉપયોગ

આજ રોજ વિધાનસભા ગૃહમાં એક અનોખી ઘટનાની ગૂંજ જોવા મળી, જ્યારે ‘એઆઈ’ દ્વારા જનરેટેડ “નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત” કવિતા અધ્યક્ષની મંજૂરીથી વાંચવામાં આવી. આ કવિતા એઆઈ ટેકનોલોજીથી ઉત્પન્ન કરવામાં આવી હતી, જે ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ રાજ્યની સર્વાંગી વિકાસ યાત્રાને વર્ણવે છે. કવિતાની રચના એઆઈ મશીન લર્નિંગ મોડેલ દ્વારા કરવામાં આવી હતી, જે નમો સરકારની પહેલ અને ગુજરાતમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોને કેન્દ્રિત કરે છે. “નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત” કવિતામાં ગુજરાતના ખેડૂતો, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલ વિકાસના સંગઠિત અને પ્રભાવશાળી પ્રયત્નોનો ઉલ્લેખ કરાયો હતો.
વિધાનસભા ગૃહમાં આ અનોખી કવિતા સાંભળીને સભાસદોએ તેની પ્રશંસા કરી. મંત્રી ઋષિકેશ પટેલે આ કવિતા પર પ્રતિસાદ આપતાં કહ્યું કે, “આ કવિતા એપ્રેમ, શ્રમ અને વિશ્વસનીયતા સાથે ગુજરાતની સફળતા અને પ્રગતિને દર્શાવે છે, જેના પરિણામે આજે ગુજરાતના નાગરિકોને સુખ અને સમૃદ્ધિ મળી રહી છે.”
વિશેષ એ છે કે, આ કવિતા એઆઈ દ્વારા લખાયેલી હોવાથી, તે ગુજરાતના વિકાસમાં ટેકનોલોજી અને ઇનોવેશનના મહત્વને પણ પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે, રાજ્યની ટકાવારી અને તંત્રની પધ્ધતિઓમાં ટેકનોલોજી માટેના દરવાજાઓને વધુ ખોલવાનું મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. આ ઘટના એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ સરકારના કાર્યો અને વિકાસ માટે કેવી રીતે લાભકારી બની શકે છે, તેનો પ્રતિક છે.