ગાંધીનગરગુજરાતટોપ સ્ટોરીઝ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની રેડ વોર્નિંગ: આવતીકાલથી ગરમીમાં આંશિક રાહતની શક્યતા

ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત્ છે. હવામાન વિભાગે આજે કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આણંદ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. ખાસ કરીને મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરતમાં હીટવેવની રેડ વોર્નિંગ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આ શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે. આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે અને તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જો કે, આગામી થોડા દિવસો સુધી ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!