ગુજરાતટોપ સ્ટોરીઝ
શ્રદ્ધાળુઓ માટે ખુશખબર: ગુજરાત એસટી નિગમ લાવશે ટૂર પેકેજ

ગુજરાતના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માગણીને ધ્યાનમાં રાખીને, ગુજરાત એસટી નિગમ હવે રાજ્યના ધાર્મિક સ્થળો માટે ટૂર સર્કિટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી, નિગમ આગામી દિવસોમાં વિવિધ રૂટ પર ટૂર પેકેજ શરૂ કરશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓને આરામદાયક અને સગવડભર્યા પ્રવાસનો અનુભવ કરાવવાનો છે.
નિગમ દ્વારા રાજ્યના વિવિધ ઝોનમાં એક રાત અને બે દિવસના ટૂર પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રૂટ નક્કી થયા બાદ ભાડું નક્કી કરવામાં આવશે, જેમાં કુલ કિલોમીટર દીઠ ભાડું, હોટલ અથવા ધર્મશાળાનો ચાર્જ અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થશે. આ ટૂર પેકેજની કિંમત 2,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીની હોવાની શક્યતા છે.