ગાંધીનગરટોપ સ્ટોરીઝ
અલુવા હિલ્સમાં પ્રાથમિક શાળાના બાળકોએ કર્યું વન ભોજન

સાદરા પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે સાબરમતી નદીના કિનારે આવેલા અલુવા હિલ્સ ખાતે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોને કુદરતના ખોળામાં આનંદ માણવાની તક આપવાનો હતો.
બાળકોને વિવિધ વૃક્ષો, છોડ અને વનસ્પતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેઓએ મેદાનમાં લુપ્ત થઈ ગયેલી રમતો પણ રમી હતી. બાળકોએ હિંચકા ખાધા, ઝાડ પર ચઢ્યા અને ડાન્સ અને મિમિક્રી જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો. શિક્ષકોએ બાળકોને વૃક્ષોનું મહત્વ અને મેદાનની રમતોના ફાયદાઓ વિશે સમજાવ્યું.
બાળકોને ગરમ નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. બાળકોએ આખો દિવસ ખૂબ જ આનંદ માણ્યો હતો, જે તેમના ચહેરા પર સ્પષ્ટપણે દેખાતો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી.