ગુજરાતટોપ સ્ટોરીઝ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન આચાર્ય સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-૭માં આવેલા જૈન દેરાસરમાં જૈનાચાર્ય શ્રી વિજય અભયદેવસૂરિશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
તેમણે આ મુલાકાત વેળાએ જિનાલય ખાતે ભગવાનના દર્શન કરી, ઉપાશ્રયમાં ઉપસ્થિત જૈન ધર્મ, સંઘ અને ટ્રસ્ટના કાર્યો વિશે જાણકારી મેળવી હતી.
આ અવસરે શ્રી વાસુપૂજ્ય જૈન દેરાસર અને ઉપાશ્રયમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ ઓઢાડી, પાઘડી તથા માળા પહેરાવીને જૈન સંઘના ટ્રસ્ટીઓએ વિશેષ બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી હેમેન શાહ, શ્રી સંજય જૈન, તુષાર શાહ, હેમેન્દ્ર શાહ, ભરત શાહ, નીતિન સંઘવી, ચેતનભાઈ તથા બહોળી સંખ્યામાં જૈન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.