ગુજરાતટોપ સ્ટોરીઝ
વ્હીકલ રજીસ્ટ્રેશન રીન્ટેન્શનની સેવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી

વાહન જ્યારે સ્ક્રેપ કરવામાં આવતું હોય અથવા માલિકી તબદીલી થતી હોય તેવા કિસ્સામાં વાહનો પર ફાળવવામાં આવેલ રજીસ્ટ્રેશન નંબર મૂળ વાહન માલિક દ્વારા ખરીદતા વાહનો પર ફાળવી શકાય તે હેતુથી વ્હીકલ રજીસ્ટ્રેશન રીન્ટેન્શનની સેવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સેવાની વધુ માહિતી મેળવવા જરૂરી સૂચનાઓ અને પ્રોસેસની વિગત વાહન વ્યવહાર કમિશનર કચેરીની વેબસાઈટ https://cot.gujarat.gov.in પર ઉપલબ્ધ છે, એમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.