પ્રધાનમંત્રી મોદીની સુરત મુલાકાત: ગરીબ કલ્યાણ અને અનાજ વિતરણ યોજનાનો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા બાદ, સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અંદાજિત 2 લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ કિટનું વિતરણ કર્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન સુરતની “સ્પીરીટ”ને શુભેચ્છા આપતા જણાવ્યું કે, ગુજરાતએ મને ત્રીજી વખત વડાપ્રધાન બનવાની તક આપી છે, અને સુરત દેશના અગ્રણી શહેરોમાં સામેલ છે.પીએમએ લોકોને આશ્વસન આપતા જણાવ્યું કે,
ગરીબોના ઘરે રોટીનું અભાવ ન રહે, તે માટે સરકાર સતત કામ કરી રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં ગરીબ કલ્યાણ યોજના અને પોષણ માટે જાહેર યોજનાઓને મહત્વ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, “વન નેશન, વન રાશન કાર્ડ” દ્વારા ગરીબોને તેમના હકનું રાશન પહોંચાડવામાં આવી રહ્યું છે.વિશ્વકર્મા સાથીઓ અને વિધાનસભાના લાભાર્થીઓને સહાય માટે પીએમ વિશ્વકર્મા અને મુદ્રા યોજનાઓના માધ્યમથી વિશાળ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.