ગાંધીનગર
ગાંધીનગર: સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત બેટરી ટેસ્ટનું આયોજન
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતગર્ત વર્ષ-2025-26 માં એડમીશન માટે ગાંધીનગર જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ પી.ડી.પી.યુ રાયસણ ખાતે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે જે અંતગર્ત હાલમાં ચાલુ વર્ષ અં-09 અને અં-11 ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકા/ઝોન કક્ષાની 30 મીટર દોડ,50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં 1 થી 8 ક્રમ સુધી ખેલમહાકુંભ-3.0 માં સ્થાન મેળવેલ વિજેતા ભાઈઓ –બહેનો જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવેછે જે ગાંધીનગર જિલ્લાના જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને યાદી પ્રમાણે છે જેમ તા-11 માર્ચ બહેનો અને 12 માર્ચ ભાઈઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના જિલ્લા રમત વિકાસ અધિકારી ગાંધીનગર દ્વારા જણાવ્યું છે