ટોપ સ્ટોરીઝદેશ

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના, જાણો

ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦+ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. જેની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી ( ધોરણ-૧૦ ), એચ.એસ.સી ( ધોરણ-૧૨ ) , આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ છે.

અન્ય શરતો મુજબ ઉંમરની લાયકાત ૨૧ થી ૨૪ વર્ષ, ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ના હોવા જોઈએ, પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ તેમજ આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ,સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ના હોવી જોઈએ.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભોની વાત કરવામાં આવે તો, ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ માહીના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક તથા માસિક ઈન્ટરશીપ એલાઉન્સ રૂ. ૫,૦૦૦ અને રૂ.૬,૦૦૦ મળવાપાત્ર રહેશે.

પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.૧૨/૦૩/૨૦૨૫ સુધીમાં ઉમેદવાર પોતાની જાતે અરજી કરી શકશે, તેમજ અરજી કરવાં જીલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર રૂબરૂ સંપર્ક કરવો.

એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારોએ માહિતી અત્રેની કચેરીનાં કોન્ટેક્ટ નંબર 0૭૯-૨૩૨૨૦૯૬૬ પર અવશ્ય જાણ કરવાની રહેશે.તેમ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!