પ્રક્રિયામાં ફેરફાર, સુરક્ષા સાથે ઝડપ: તમારું પાસપોર્ટ હવે વધુ સુરક્ષિત અને ઝડપી!

સરકારે હવે પાસપોર્ટને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે સામાન્ય નાગરિકો માટે જાણવો ખૂબ જ જરૂરી છે. આ ફેરફારો પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવશે. સરકારે દસ્તાવેજોને લગતા કેટલાક નિયમો કડક કર્યા છે.
જન્મ તારીખ માટે નવો નિયમ:
જો તમારો જન્મ 1લી ઓક્ટોબર, 2023 પછી થયો હોય, તો પાસપોર્ટ માટે જન્મ તારીખના પ્રમાણપત્ર તરીકે ફક્ત જન્મ પ્રમાણપત્ર જ માન્ય ગણાશે. જો કે, જે લોકોનો જન્મ આ પહેલા થયો છે, તેમના માટે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા અન્ય દસ્તાવેજો પહેલાની જેમ જ માન્ય રહેશે.
પાસપોર્ટમાં સરનામું બાર કોડમાં:
તમારી સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને, પાસપોર્ટમાં ઘરનું સરનામું બાર કોડના રૂપમાં નોંધવામાં આવશે. અધિકારીઓ જ્યારે બાર કોડ સ્કેન કરશે, ત્યારે તેમને તમારી બધી માહિતી મળી જશે.
પાસપોર્ટમાં કલર કોડ:
પાસપોર્ટને સરળતાથી ઓળખી શકાય તે માટે સરકારે કલર કોડ રજૂ કર્યા છે. સરકારી અધિકારીઓ માટે સફેદ પાસપોર્ટ, રાજદ્વારીઓ માટે લાલ પાસપોર્ટ અને સામાન્ય નાગરિકો માટે વાદળી પાસપોર્ટ હશે.
માતા-પિતાના નામની જરૂર નહીં:
હવે પાસપોર્ટ પર માતા-પિતાનું નામ આપવું ફરજિયાત નથી. ખાસ કરીને, એકલ માતાપિતાના કિસ્સામાં આ ફેરફાર મદદરૂપ થશે, જેનાથી બિનજરૂરી ખુલાસા ટાળી શકાશે.
પાસપોર્ટ સેવા કેન્દ્રનો વિસ્તાર:
સરકારે પાસપોર્ટ સેવાને વધુ ઝડપી બનાવવા માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યા 442 થી વધારીને 600 કરવાની યોજના બનાવી છે. આ વધારો આગામી 5 વર્ષમાં કરવામાં આવશે.
આ નવા નિયમોથી શું ફાયદો થશે?
- પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા સરળ બનશે.
- પાસપોર્ટ વધુ સુરક્ષિત બનશે.
- ગોપનીયતા જળવાશે.
- પાસપોર્ટ સેવા ઝડપી બનશે.
સરકારના આ ફેરફારોથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.