ગુજરાતટોપ સ્ટોરીઝ
નડિયાદમાં ત્રણ લોકોના મોત પાછળ લઠ્ઠાકાંડ કે કેમિકલકાંડ ?

નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોવાનું મૃતકોના પરિવારજનો વારંવાર કહી રહ્યાં છે. પરંતુ, તેમાં નવો વળાંક આવ્યો છે, ખેડા જિલ્લા પોલીસ વડા આ ઘટના લઠ્ઠાકાંડની નહીં પરંતુ સોડા પીવાના કારણે મૃત્યુ થયાનું કહી રહ્યા છે. પોલીસને એવી વિગતો મળી છે કે, મૂકબધિર મૃતક કનુભાઈ સોડાની બોટલ લઈને આવ્યા હતા. 200મિ.લી.ની સોડા બોટલ ત્રણ લોકો પીવે અને ત્રણેયના મૃત્યુ થાય છે. તેમા કોઈ કેમિકલ ભેળવાયાની મજબૂત આશંકાથી કેમિકલકાંડ અંગે પોલીસ તપાસ કરી રહી છે. નડિયાદના જવાહરનગર વિસ્તારમાં દેશી દારૂના બંધાણી કનુભાઈ ચૌહાણ, યોગેશ કુશવાહા અને રવિન્દ્ર રાઠોડ નામના શ્રમિકોના નશીલા પદાર્થના સેવન બાદ શંકાસ્પદ મૃત્યુ થતાં તેમના પરિવાર દેશી દારૂ પીધા બાદ મૃત્યુના આક્ષેપ કરે છે.