આજે પીએમ મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે

વડાપ્રધાન મોદીએ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાના ડર વિના તનાવ મુક્ત પરીક્ષા આપી શકે અને તેમણે પ્રેરણા આપવા દેશમાં પરીક્ષા પે ચર્ચા શરૂઆત કરી હતી. આ કાર્યક્રમની આઠમી શ્રેણી આજે સોમવાર 10મી ફેબ્રુઆરીએ યોજાવાની છે.પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચાના આ રાષ્ટ્રવ્યાપી પ્રેરણા સંવાદનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થવાનું છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહના કુલ 14 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6 થી 12 સુધીના વર્ગોના 61 લાખ 49 હજાર 343 વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન તેમની આગામી પરીક્ષાઓના સંદર્ભમાં મેળવશે. પરીક્ષા પે ચર્ચાનો આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ ,સોમવારે સવારે ૧૧ કલાકે યોજાવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિસરમાંથી છાત્રો સાથે પરીક્ષાને અનુલક્ષીને વાર્તાલાપ કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે.