ગુજરાતટોપ સ્ટોરીઝ

પોદાર વર્લ્ડ સ્કૂલને ફટકરાયો 10 હજારનો દંડ

પોદાર વર્લ્ડ સ્કૂલ માણેજા, વડોદરાએ વિદ્યાર્થીના પ્રવેશને ઇન્ટરવ્યુ પ્રક્રિયા કરવામાં આવતા ડીઈઓ કચેરીએ દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી હતી. પોદાર વર્લ્ડ સ્કૂલએ ધો 4માં પ્રવેશ માટે વિદ્યાર્થીને ઇન્ટરવ્યુ લેવાની પ્રક્રિયા કરતાં 10 હજારનો ફાઇન ફટકારવામાં આવ્યો છે. વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટમાં ફરીયાદ કરતાં જિલ્લા કલેકટરને તાકીદ કરવામાં આવી છે.પોદાર વર્લ્ડ સ્કૂલ માણેજાને લઇને વિવાદ બહાર આવ્યો છે. ધોરણ 4માં પ્રવેશ માટે ગયેલા વાલીને કડવો અનુભવ થયો હતો. સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીને પ્રવેશ પરીક્ષા આપવી પડશે અને તેમાં તેના પર્ફોમન્સના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે તેવું કહ્યું હતું. પ્રવેશ પરીક્ષા એટલે ઇન્ટરવ્યુ પ્રકારે પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવા માટે જણાવ્યું હતું. જેના પગલે જાગૃત વાલીએ દિલ્હી સ્થિત નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટમાં ફરિયાદ કરી હતી. બાળકોના અધિકારો માટે કામ કરતી સરકારી સંસ્થામાં વાલીએ પોદાર સ્કૂલ સામે ફરીયાદ કરી હતી. જેના પગલે આ નિર્ણય લેવાયો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!